ધર્મનગરી નાસિકના આંગણે ' પુષ્ટિસંસ્કાર ઉત્સવ' તારીખ 9 જુલાઈના રોજ ભાવભેર સંપન્ન થયો.ગૌસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની ખાસ ઉપસ્થિતિ માં પુષ્ટિસંસ્કારધામ પ્રચારર્થે પુષ્ટિસંસ્કાર ઉત્સવમાં આપશ્રીના પધારવા પર ઉત્સાહપૂર્વક વૈષ્ણવ સમાજ દ્વારા સામૈયા થયા.સાંજે ૪:૩૦ કલાકે ઉત્સવક્રમના પ્રારંભમાં “સુગંધી” નૃત્યકલા ગૃપ દ્વારા “મધુરાષ્ટકમ્” પર મનોહારી પ્રસ્તુતિ થઇ.ભાવકોની ઉત્સુકતા સાથે આપશ્રી દ્વારા વચનામૃતમાં અતિ પ્રસન્નતાની અભિવ્યક્તિનો ઓચ્છવ થયો.ભવિષ્યની પેઢી માટેના 'પુષ્ટિસંસ્કારધામ ' નિર્માણ સંકલ્પને પૂર્ણ કરવા માટેના સહયોગી બનવા અંદાજે ૧૦૦૦થી પણ વધારે વૈષ્ણવોએ અતિઉત્સાહ ભર્યા પ્રતિભાવ આપ્યા.મહારાષ્ટ્રના સૌપ્રથમ આ ઉત્સવને સાંપડેલા પ્રતિસાદથી હવે મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ' પુષ્ટિસંસ્કાર ઉત્સવ' નું આયોજન થશે.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351