ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી, ગોસ્વામી
શ્રીપીયૂષબાવાશ્રીની કૃપાથી વાડલા ગામ સ્થિત શ્રીવલ્લભ ગોશાલા સુંદર રીતે કાર્યરત
છે.
ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જલસંચય અભિયાન
અનુસંધાને ગોશાલાએ એક તળાવ દત્તક લીધેલ છે. તા. ૨૪-૦૫-૨૦૧૮ ગુરૂવારના દિને માનનીય
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં, ગોસ્વામી
શ્રીપીયૂષબાવાશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ શુભ કાર્ય સંપન્ન થયેલ. આપશ્રી દ્વારા
મુખ્યમંત્રીશ્રીને એકલાઈ, શાલ ઓઢાડીને અભિવાદન કરેલ.
આ સમારોહમાં મહંતશ્રી મુક્તાનંદ બાપુ(ચાંપરડા), સ્વામિનારાયણ મંદિરના મંહતશ્રીઓ, જુનાગઢ મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, જીલ્લા કલેકટરશ્રી અને અન્ય
અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ હતી.
ગોસ્વામી પીયૂષબાવાશ્રીએ
પોતાના વક્તવ્યમાં જણાવેલ કે ‘જલ એ જીવન છે, જે સમગ્ર જગત માટે આવશ્યક છે. प्रकृतिरपि हता
हन्ति. प्रकृति: रक्षति रक्षिता.. ધર્મની જેમ પ્રકૃતિને પણ જો આપણે નહિ સાચવીએ તો તે માનવજાત માટે
વિનાશક બની શકે , જો આપણે પ્રકૃતિની રક્ષા કરશું,જે આપણા માટે કલ્યાણકારી હોય છે.ચોમાસા
પહેલા શરૂ થયેલ રાજ્યસરકારના આ અભિયાનને મારા અભિનન્દન પાઠવું છું.’
મહંત
શ્રીમુક્તાનંદજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે યોગ્ય સમયે યોગ્ય પગલું
લીધું છે જે સર્વ માટે અત્યન્ત ઉપયોગી થશે.’
મુખ્યમંત્રીશ્રીએ
ગુજરાત સરકારની સમગ્ર યોજનાની વિસ્તારથી માહિતિ આપી હતી અને સરકારની સર્વજનહિતાર્થ
કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના સહયોગ
માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.આ સમારોહને સફળ બનાવવા શ્રી શ્રીવલ્લભ ગોશાળાના
પ્રમુખ વિનોદભાઈ કંટારીયા અને ટ્રસ્ટીમંડળે જહેમત ઉઠાવી હતી.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351