ધોરાજી ના
આંગણે
"પુષ્ટિસંસ્કારધામ
નિર્માણ સહયોગ ઉત્સવ"
નું ઉત્સાહપૂર્ણ આયોજન
22 સપ્ટેમ્બર ના દિવસે ગોસ્વામી
શ્રીપીયૂષબાવાશ્રી ના પાવન સાન્નિધ્યમાં સંપન્ન થયુ.
ધોરાજી અને ફરેણી ના
પુષ્ટિસંસ્કાર પાઠશાળા ના બાળકો એ સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી વૈષ્ણવતાને
વલ્લભચરણે સમર્પિત કરી હતી.
શ્રીમહાપ્રભુજી
વલ્લભાચાર્યજી કૃત મધુરાષ્ટકમ પર દ્રવિડ દેશ પોષાક ધારણ કરી પુષ્ટિસંસ્કારપાઠશાળા
ના સંચાલિકા દ્વારા દક્ષિણભારતીય નૃત્ય રજુ કર્યું હતુ.
ગોસ્વામી
શ્રીપીયૂષબાવાશ્રી એ વચનામૃત માં કહ્યું હતું કે ઉજ્જવળ અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ને
વહન કરવા માટે જાગ્રત અને ઉત્સાહી વર્તમાન ની આવશ્યકતા હોય છે. ઓજપૂર્ણ ભૂતકાળ માં
રાચવામાં સ્વકર્મચ્યુતતાં રહી ગઈ તો ગૌરવાસ્પદ ભવિષ્ય નું નિર્માણ નહીં થાય તે
સત્ય થી રાષ્ટ્ર-સમાજ-સંપ્રદાય એ જાગૃત રહેવું આવશ્યક છે.
સનાતનધર્મ સંસ્કૃતિ
નું ગૌરવ બની રહે , પુષ્ટિઅસ્મિતા નું પોષણ થાય , સંસ્કૃતભાષા ની લોકભોગ્યતા માં વૃદ્ધિ થાય , વેદાદી શાસ્ત્રો થી નવી પેઢી પરિચિત થાય તે સમષ્ટિ નો
સર્વાંગીણ સમન્વય એટલે પુષ્ટિસંસ્કારધામ.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351