શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રીગુસાંઈજીના ૫૦૨માં પ્રાકટ્ય મહોત્સવ નિમિતે જુનાગઢ મોટી હવેલીમાં ત્રિદિવસીય વિશેષ ઉત્સવ ક્રમ યોજાયો હતો. જેમાં “નામરત્નાખ્યમસ્તોત્ર” શિબિરમાં ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રી ના વચનામૃત દ્વારા નામરત્નાખ્યસ્તોત્ર ઉપર સુંદર વિવેચન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત તા ૧૯/૧૨/૨૦૧૬ ના રોજ પુષ્ટિસંસ્કાર પાઠશાળાના બાળકોની “વકતૃત્વ સ્પર્ધા”,
તા ૨૦/૧૨/૨૦૧૬ ના રોજ પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની “પુષ્ટિક્વિઝ સ્પર્ધા” અને
તા ૨૧/૧૨/૨૦૧૬ ના રોજ “શ્રીમદ્ ભગવતગીતા શ્લોક ઉચ્ચારણ સ્પર્ધા” નું પણ આયોજન થયેલું. ઉત્સવના આ વિશેષ ક્રમમાં સર્વે વૈષ્ણવોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351