પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠ ઓરિએન્ટેશન સમારોહ 2018-19 સંપન્ન…....
ચાતક જેમ વરસાદની રાહ જોતા હોય તેમ પુષ્ટિમાર્ગના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના નવા શૈક્ષણિક વર્ષની રાહ જોતા હતા.પવિત્ર શ્રાવણ માસમાં શ્રી વલ્લભધામ-મોટી હવેલી,જૂનાગઢ ખાતે શ્રી વલ્લભકુળના સાનિધ્યમાં આ નવવર્ષની જ્ઞાન-ભક્તિસભર શરૂઆત થઈ. ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીએ ‘પુષ્ટિસિદ્ધાંતજ્ઞાન’ અભ્યાસક્રમનું ' સિદ્ધાંતમુક્તાવલી પુસ્તક મહાપ્રભુશ્રી વલ્લભાચાર્યજીના ચરણોમાં અર્પણ કરીને વિમોચન કર્યું. આપશ્રી એ વૈષ્ણવ વિદ્યાર્થીઓને આ વિદ્યાપીઠ પ્રકલ્પની પાયાની બાબત " પ્રમાણસહ " આલેખનનું મહત્વ સમજાવ્યું.આ વિદ્યાપીઠના કુલપતિ શ્રીવલ્લભ હોય ત્યાં વિદ્યાર્થીઓનું પ્રફુલ્લન સ્વાભાવિક બની જાય.ત્યારબાદ આનંદભાઈ ઠક્કર દ્વારા પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના આગામી કોર્સનો અભિગમ સ્પષ્ટ કરવામાં આવ્યો અને ભવિષ્યલક્ષી કોર્સનું ટૂંકું વિવરણ આપવામાં આવ્યું.‘પુષ્ટીસીદ્ધાંતપ્રવેશ’ પરીક્ષાના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ વિતરણ તેમજ એડમિશન લેનાર દરેક વિદ્યાર્થીઓને અભ્યાસ પુસ્તક-કીટનું વિતરણ કરવામાં આવ્યું
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351