Events Details  

શ્રી બેટ દ્વારકામાં શ્રીમદ્દભગવદ્દગીતાજ્ઞાન મહોત્સવ સાથે સાંસ્કૃતિક પ્રદર્શનીનો પાવન આરંભ...

શ્રી બેટ દ્વારકામાં શ્રીમદ્દભગવદ્દગીતાજ્ઞાન મહોત્સવ સાથે સાંસ્કૃતિક પ્રદર્શનીનો પાવન આરંભ...

પવિત્ર ભૂમિ પર પવિત્ર પુરષોતમ માસમાં તા.16 મે 2018 રોજ પ્રારંભમાં શ્રી દ્વારકાધીશપ્રભુના ધ્વજાજીનું આરોહણ કર્યા બાદ શ્રીમદ્દભગવદ્દગીતાજીને મહોત્સવ સ્થળે પધરાવવામાં આવ્યા અને ગીતાપાઠથી મંગલ પ્રારંભ થયો ત્યારે ભાવિકજનોમાં ભક્તિહર્ષ પથરાયો. આ સાથે જ ખુલ્લા મુકવામાં આવેલ પ્રદર્શનીના 9 વિભાગોમાં વિશાલ પોસ્ટર, ચીત્રજી અને પુસ્તકો દર્શાવવામાં આવ્યા.જેમાં શ્રીવલ્લભચરિત્ર દર્શન અને સાત્વિકતા - જીવનનો આધાર વિભાગ લોકભોગ્ય રહ્યો. સાત્વિકતાને રોજબરોજની જીવનશૈલીમાં વણી લેવા માટે આ માહિતીને અત્યંત ચોકસાઈપૂર્વક તૈયાર કરવામાં આવેલ.

ત્યારબાદ પ્રથમ ગોસેવા જાગૃતિ સંમેલનમાં ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી દ્વારા પ્રબોધન આપવામાં આવ્યું.સમસ્ત પ્રકારની ઉન્નતિનો આધાર દેશી ગોસેવાને પ્રસ્થાપિત કરી, "ગૌસંવર્ધનમ્‌... રાષ્‍ટ્ર વર્ધનમ્‌" ઉક્તિને સાકાર કરવા ભૂમિકા બાંધી આપી.ઉપસ્થિત વૈષ્ણવોમાં શક્ય એટલી ગાયની સેવા કરી પુણ્યોદય સાથે ભગવતકાર્યમાં સહયોગી થવા દ્રઢ સંકલ્પ રોપાયો. આ પરંપરાનું દ્રિતિય સંમેલન તા.13 જૂન 2018 ના રોજ યોજાશે.

પ્રતિદિન યોજનારા કાર્યક્રમોમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના મંદિરની પરિક્રમા,વિવિધ ઉપવિષયોને સંકલિત કરી ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીએ નિત્ય ઉદબોધન શ્રેણીમાં श्रीमदभगवदगीता का उपदेश -हमारे जीवनकी सार्थकताका आधार પર મનનીય ઉદબોધન કર્યું. યાત્રીબાલકોએ કરેલ ગીતાશ્લોક પાઠ થી સમગ્ર વાતાવરણમાં અલોકિકતા સર્જાઈ હતી.આ ઉપરાંત સાંજના કાર્યક્રમોમાં શ્રી મહાપ્રભુજી રચિત અન્ય નિબંધોનું રસપાનનો પ્રારંભ ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી દવારા થયો. ગોસ્વામી શ્રીશરદકુમારજી મહોદય,ગોસ્વામી શ્રી પીયૂષકુમારજી મહોદયશ્રી તથા શ્રી વ્રજવલ્લભબાવાશ્રીની પ્રેરક ઉપસ્થતિ સાથે અન્ય આયોજનમાં પુષ્ટિભક્તિ કિર્તન પ્રશિક્ષણ અને ભગવદ્દનામ સંકીર્તન મુખ્ય રહ્યા.તા.13 જૂન 2018 સુધી સતત ચાલનાર આ વિશાલ આયોજન માટે શ્રીમદ્દભગવદ્દગીતાજ્ઞાન મહોત્સવ સમિતિ અને શ્રી બેટ દેવસ્થાન સમિતિ સતત કાર્યરત છે.  

Events

Donate Now

Watch Our Documentry

Contact Us
For any clearification Please get in touch with us Via

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)

+91 - 97223 13351