ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી
મહારાજશ્રી એવમ્ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ની અધ્યક્ષતા માં શ્રીવલ્લભાચાર્ય
વિદ્યાસંકુલ ખાતે પુષ્ટિ બાલવાટીકા પ્રિસ્કુલ ને થોડાં સમય માં અભૂતપૂર્વ સફળતા
મળ્યા બાદ આજ સંકુલ માં ધો 1 થી 10 અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ ની પુષ્ટિસંસ્કારસ્કૂલ
ને શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવા સંકુલ બિલ્ડીંગનું શિલાન્યાસ આપણા
આચાર્યશ્રી ના હસ્તે તા.4ઓક્ટોબર,2019, આસો સુદ 6 ને શુક્રવારે કરવામાં આવ્યું. આવતા શૈક્ષણિક વર્ષથી જ આ નવી
સ્કૂલબિલ્ડીંગ કાર્યરત થઈ જશે.
વેદો માં
વસુંધરા-ગૌમાતા બંને ને પરસ્પર સમાનાર્થી શબ્દાર્થે પ્રયોજયો છે.
ગોપ્રદક્ષિણા-ગોપૂજન એ સમસ્ત ઈષ્ટકાર્ય નું પ્રમુખ કર્મ છે ......
गवां
दृष्टवा नमस्कृत्य
कुर्याच्चैव
प्रदक्षिणम् l
प्रदक्षिणीकृता
तेन
सप्तद्वीपा
वसुन्धरा ll
શ્લોક ને સાર્થકતા પ્રદાન કરતા આપશ્રી દ્વારા ગોપૂજન
કરવામાં આવ્યું હતું.
શ્રીવલ્લભાચાર્યવિદ્યાસંકુલ
જૂનાગઢમહાનગર ના વૈષ્ણવો અને સનાતનધર્મનિષ્ઠ નાગરિકો નાં
સંતાનો માટે શિક્ષણ-સંસ્કાર પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ સ્થાન બની રહેશે.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351