અમદાવાદ [બોપલ]માં તા. ૦૭/૦૧/૨૦૧૮ ના રોજ 'પુષ્ટિસંસ્કારધામ 'ના પ્રચારાર્થે માટે પુષ્ટિસંસ્કાર ઉત્સવ ઝળહળતી સફળતા પામ્યો. હઝારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોએ સૌપ્રથમ તો પાઠશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યૉ. ત્યારબાદ પુષ્ટિસંસ્કારધામ અને તેને વાસ્તવિક બનાવવા વૈષ્ણવૉના સહયોગ અનવ્યે માહિતી આપવામા આવી. શ્રીપીયૂષબાવાશ્રીના વચનામૃત બાદ મોટી સઁખ્યામા ધામના ભૂમિદાન માટે દ્રવ્ય નોંધાયું . અમદાવાદની ઉત્સવ સમિતિની ઉત્કૃષ્ટ મહેનતથી આ પુષ્ટિસંસ્કાર ઉત્સવ પણ સફળ થયો. હવે તા.18 ફેબ્રુઆરીએ ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઉલ્લાસ વર્તાતો હતો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351