વૈષ્ણવ સમાજના ઇતિહાસમાં સીમાચિનરૂપ
કહી શકાય એવા ભૂમિપૂજન મહોત્સવ સાથે સંકળયેલા હજારો કાર્યકરોનું સન્માન અને મિલન
પુષ્ટિસંસ્કારધામ ખાતે યોજાયું ....
ગિરિરાજ પર્વત ધારણ કરવામાં જેમ ગોવાળિયાઓએ ટેકો કરેલો એવો ભાવ
લઇ ગત ભૂમિપૂજન મહોત્સવમાં હજારો નાના-મોટા વૈષ્ણવોએ સેવા અર્પણ કરેલી.આ ભવ્ય
સફળતાને વધાવવા એક પારિવારિક મિલન-સન્માન કાર્યક્રમ રામનવમીના મંગલદિને આયોજિત
થયેલ.દૂર-સુદૂરથી પધારેલ કાર્યકરોને આવકાર અને દીપપ્રાગ્ટ્ય બાદ આગામી
કાર્યક્રમોનું આયોજન -પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી.સંગઠનને
મજબૂત અને સિસ્ટેમેટિક બનાવવા હવે માળખાને વિવિધ ગામ / તાલુકા સમિતિઓ પ્રસ્થપિત
કરવામાં આવશે.જે ભવિષ્યના કાર્યયોજનમાં ચાવીરૂપ ભાગ ભજવશે.ત્યારબાદ ગોસ્વામીશ્રી
પીયૂષબાવાશ્રીના વચનામૃતથી બપોરની ગરમીમાં જાણે શીતલ ચંદનનો લેપની અનુભતી થઇ.ગત
મહોત્સવની સફળતા માટે વલ્લભકુળના મુખેથી ' વધાઈ ' સાંભળીને વૈશ્વણજનો આનંદિત થઇ ગયા.સાથે
આપશ્રીએ ' નિમિત્તમાત્ર ' નો પાઠ પણ ભણાવ્યો.અમદાવાદ-પૂના થી લઇ નાના ગામોથી પધારેલ
કાર્યકરોએ આટલા વર્ષોના કાર્ય સંદર્ભે પ્રતિભાવો આપ્યા.જેમાંથી ભૂમિદાન સમિતિના
સભ્યોને આપશ્રીના હસ્તે પ્રમાણપાત્રો નવાજવામાં આવ્યા.તો વળી ભૂમિપૂજન મહોત્સવમાં
કન્વીનરો /કાર્યકરોની સેવાને પણ બિરદાવવામાં આવી.રાત્રે ભોજનપ્રસાદ / ફરાળ લઇ
વિદાય લીધી ત્યારે આગામી સપનું ઉગવાનો એક હર્ષ હૃદયમાં હતો
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351