***પુષ્ટિધામની સાઈટ ઓફીસ ઉદ્ઘાટન ઉત્સાહ સાથે સંપન્ન ***
વડાલ પાસે પુષ્ટિધામની સૂચિત જગ્યા પર શ્રી વલ્લભ પ્રભુની કૃપા, વલ્લભકુળની પ્રેરણા અને હજારો માનવ કલાકોના કાર્યનો સુભગ સમન્વય આજે અહી દેખાતો હતો.રસ્તાઓ ,મંડપ , ફૂલછોડ ,ગૌશાળા , સાઈટ ઓફીસની ઝીણીમાં ઝીણી સજાવટ ,લાઈટીંગ વિ. માં દિવ્યતા છલકતી હતી,તે જોઈ દરેક મુલાકાતીઓની લાગણી હતી કે ખરેખર પ્રભુકૃપાથી જ આ શક્ય બને.
ગોસ્વામી પુ.શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી, ગોસ્વામી પુ.શ્રી પીયૂષબાવાશ્રી અને આપશ્રીના સહપરિવાર આ સાઈટ ઓફીસ ઉદઘાટીત કરી ત્યારે વૈશ્નવગણમાં ઉલ્લાસનું મોજું ફરી વળ્યું.આ ઓફીસનું દરેક વિભાગોનું નિરીક્ષણ કરી આપશ્રીએ આનંદ દર્શાવ્યો ત્યારે દરેક કાર્યકર્તાઓના મુખ પર પોતાની મહેનત લેખે લાગી એવો ગૌરવભાવ પ્રગટ થતો હતો.આપશ્રી સભામંડપમાં પધાર્યા બાદ પુષ્ટિશાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો એ જમાંવટ કરી,તો અન્ય ટ્રસ્ટીશ્રીઓએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા.જનસમૂહની આતુરતા સાથે ગોસ્વામી પુ.શ્રી કિશોરચંદ્રજી મહારાજશ્રી, અને ગોસ્વામી પુ.શ્રી પીયૂષબાવાશ્રીના વચનામૃતો માં તરબોળ થયા અને દરેકે અનુભવ્યું કે આ મંગલાચરણ બાદ નવી પેઢી માટે હજુ બહુહેતુક કાર્યો સંપન્ન કરવાના છે. જેને પૂર્ણ કરવાનો સંકલ્પ અંદાજે 8 થી ૧૦ હજાર વૈશ્નવ ભાઈ –બહેનો એ તાજો કરીને ભોજન-પ્રસાદ આરોગ્યો.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351