જેતપુરના આંગણે
"પુષ્ટિસંસ્કારધામ નિર્માણ સહયોગ ઉત્સવ"
નું ઉત્સાહપૂર્ણ આયોજન 31ઓગસ્ટ અને 1સપ્ટેમ્બર
ના દિવસે ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી ના પાવન સાન્નિધ્યમાં સંપન્ન
થયુ.શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજી ગુરુકુળ-ચોકી અને જૂની સાંકળી, અકાળા,મોટા
ગુંદાળા,જેતપુર ના પુષ્ટિસંસ્કાર પાઠશાળા ના બાળકો એ
સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી વૈષ્ણવતા ને વલ્લભચરણે સમર્પિત કરી હતી.
ગોસ્વામી
શ્રીપીયૂષબાવાશ્રી એ વચનામૃત માં આધુનિક શિક્ષણ ને કારણે સંસ્કાર અને
સિદ્ધાંતનિષ્ઠા માં આવતી ત્રુટી પર
સ્વવિચારો રજુ
કર્યા હતાં.
તે ત્રુટી ને
દૂર કરવા માટે સંસ્કાર અને સિદ્ધાંત ને અનુરૂપ આધુનિક શિક્ષણ ની આવશ્યકતા સમજાવી
હતી.તે આવશ્યકતા ને પૂર્ણ કરવા માટે પુષ્ટિસંસ્કારધામ નિર્માણ નો સંકલ્પ હૃદય માં
શ્રીવલ્લભકૃપા થી સ્ફૂરીત થયો અને તે આજે સાકાર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો
છે.આપશ્રી એ આજ્ઞા કરી હતી કે શ્રીવલ્લભ નો માર્ગ વિરક્તિ નો નહિ પણ
શ્રીકૃષ્ણચરણારવિંદ અનુરક્તિ નો છે. આ ભાવ ની નૂતન પેઢી માં અભિવૃદ્ધિ અર્થે આ
કાર્ય પૂર્ણ થાય તેવી શુભભાવના વ્યક્ત કરી હતી.
આ તકે
યુવાકેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351