તાલાળા [ગીર]ની
સિંહભૂમિમાં શ્રીપુષ્ટિસંસ્કારપાઠશાળાનો વાર્ષિક ઉત્સવ ઉલ્લાસભેર ઉજવાયો.....
વૈષ્ણવોનો આ પ્રસંગ માટેનો થનગનાટ
સામેયાથી જ દેખાતો હતો. ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી તથા શ્રીવ્રજવલ્લભબાવાશ્રીના
સાનિધ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરુઆત થઇ. પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠના
વિદ્યાર્થી તથા પુષ્ટિસંસ્કાર પરિવાર દ્વારા મનહર નાટક ,નૃત્યો વિગેરે પ્રસ્તુત કર્યા. કળા,શિક્ષણ અને સંસ્કારના ઉચ્ચ શિખરો સ્થાપિત કરતી કૃતિઓ પાછળ બાળકો
અને શિક્ષકોની મહેનત ઝળકતી હતી. ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીએ વચનામૃતમાં ભાવિકોને
ઉતમોતમ પરિણામ પ્રાપ્ત કરવા માટે કટિબધ્ધ બનવા જણાવ્યું.
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351