
શ્રીપુષ્ટિસંસ્કાર
વિદ્યાપીઠની વાર્ષિક પરીક્ષા સંપન્ન
વૈષ્ણવો
માટે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોને અંકિત કરતી શ્રીપુષ્ટિસંસ્કાર પાઠશાળા અને
શ્રીપુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠનો લાભ હજારો વિધાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. સંપૂર્ણ
વર્ષ દરમ્યાન શ્રીવલ્લભાચાર્યજીના જીવનકાર્ય અને પુષ્ટિમાર્ગનો અભ્યાસક્રમ આત્મસાત
કર્યો હોય છે.16 વર્ષથી ઉપરના તરુણોથી લઇ સિનિયર સીટીઝન સુધીના વડીલોને આ
કોર્સના પુસ્તકો અને વિડીયો માધ્યમથી ગોસ્વામીશ્રી પીયૂષબાવાશ્રીએ માર્ગદર્શિત
કરેલ હોય છે. શ્રીપુષ્ટિસિદ્ધાંત પ્રવેશ અને શ્રીપુષ્ટિસિદ્ધાંત જ્ઞાન કોર્સમાં
પ્રાથમિક સમજ અને પાયારૂપ આ અભ્યાસકર્મ પૂર્ણ કરેલ.ગુજરાતભરના 13 સેન્ટર ઉપરાંત ઓનલાઇન
પણ આ પરીક્ષા 1111 વિદ્યાર્થીઓ એ હોંશભેર આપેલ. આ વિદ્યાર્થીઓમાં આવેલ
બદલાવ નિહાળી શ્રીપુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠમાં નવાવર્ષના એડમિશન માટે પણ આતુરતા ઉભી
થયેલ છે.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963