
મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીના ૫૪૧ માં પ્રાકટ્ય ઉત્સવના ઉપલક્ષ્યમાં મોટીહવેલી જુનાગઢ ખાતે ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી અને ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રીના સાન્નિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૧/૪/૨૦૧૮ ના રોજ સવારે ૬ વાગ્યે મોટીહવેલીથી દામોદરકુંડ શ્રીમહાપ્રભુજીના બેઠકજી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રીની સપરિવાર ઉપસ્થિતિ સાથે વિશાળ વૈષ્ણવ સમુદાય આ પદયાત્રામાં જોડાયો હતો.તા.૧૨/૪/૨૦૧૮ ને ઉત્સવના દિવસે બપોરે ધર્મસભા તથા સંધ્યા સમયે પુષ્ટિસંસ્કાર પાઠશાળા અને વિદ્યાપીઠના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક બોધપ્રદ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી એવમ ગોસ્વામી શ્રીપીયુષબાવાશ્રી એ વચનામૃતમાં વૈષ્ણવોને ઉત્સવની વધાઈ આપી હતી. ત્યારબાદ વધાઈ કીર્તનગાન અને રાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી ઉત્સવનો આનંદ માણ્યો હતો.

Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 79849 88963