શ્રી પુષ્ટિસંસ્કારધામ ખાતે બે નવી
સુવિધાઓનું લોકાર્પણ કરાયું.
સૂચિત પુષ્ટિસંસ્કારધામની મુલાકાતે વૈષ્ણવોનો વધતો જતો પ્રવાહ
અને ખાસ કરી પાઠશાળાના બાળકોના પ્રવાસ દરમ્યાન વધુ સુવિધાઓ મળે એ માટે
પુષ્ટિસંસ્કારધામમાં વિશેષ આયોજન ગોઠવવામાં આવ્યું. અત્યારે આ વિશેષ સગવડમાં
મુલાકાતી બાળકો માટે ક્રીડાંગણ ઉભું કરાયું.ઝૂલા ,લપસીયા , જમ્પિંગ વિગેરે
વિવિધ સાધનો સુલભ કરાવવામાં આવ્યા.બીજી સુવિધામાં અલ્પાહાર કેન્દ્ર પણ કાર્યરત
કરાયું,જેમાં હાલ ફક્ત
રવિવારે સાંજે સાત્વિક નાસ્તો આપવામાં આવશે.જે પ્રસાદરૂપ ગણી નિશુલ્ક છે. આવી અનેરી બે સુવિધાનું ઉદ્ઘાટન તા.૨ જુન ૨૦૧૮ના
શુભદિને ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના હસ્તે શ્રી પુણ્યશ્લોક બાવાશ્રીના
સાનિધ્યમાં થયું. પાઠશાળા અને ભાવિકોના બાળકોના હર્ષોલ્લાસ સાથે આ લોકાર્પણ વધાવી
લીધું. ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીની ઉદ્ઘઘાટિત ક્રીડાંગણની મુલાકાત દરમ્યાન
બાળકોની ધમાલ-મસ્તી જાણે ગોકુલના ગોપ-સખાઓની યાદ અપાવતા હતા.સાથોસાથ અંદાજે ૧૦૦૦
વૈષ્ણવોએ અલ્પાહારનો લાભ પણ પ્રાપ્ત કર્યો. બીજા દિવસે પણ રવિવાર હોવાથી ભાવિકોએ
સાત્વિક નાસ્તાનો અને બાળકોએ ખેલકૂદનો લાભ લીધો
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351