પુષ્ટિસંસ્કારધામ નિર્માણ પ્રારંભ મહોત્સવ માં વિષ્ણુયાગ યજ્ઞ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી યજ્ઞકર્મ ના પ્રમુખ યાજ્ઞિક સ્વરૂપે શોભાયમાન હતાં.પુષ્ટિસંસ્કારધામ નિર્માણ પ્રારંભ મહોત્સવ માં વૃંદાવન વ્રજ રાસમંડળી દ્વારા બાલકૃષ્ણપ્રભુ ની સુંદર લીલાઓની રંગમંચ થી પ્રસ્તુતિ રજૂ કરી હતી.
પુષ્ટિસંસ્કાર પાઠશાળા નાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજુ કરવામાં આવી હતી જેમાં સંસ્કૃતભાષા-વૈષ્ણવતા-સંસ્કારો નું ગૌરવ પ્રતિબિમ્બીત થતું હતું. પુષ્ટિમાર્ગીય ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શન અને પુષ્ટિમાર્ગીય પીચ્છવાઈ કળા એ વૈષ્ણવો ને સંપ્રદાય ની વિશેષતા ને જાણવાનો અવસર આપ્યો હતો .
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351