આપશ્રીના પુષ્ટિધર્મ પ્રવર્તમાન અભિયાન હેઠળ પુષ્ટિસંસ્કાર પાઠશાળા મહત્વનું યોગદાન આપે છે.ગુજરાત અને અન્ય રાજ્યોમાં ૨૬૦ પુષ્ટિસંસ્કાર પાઠશાળાઓ ધર્મસુવાસ પ્રસરાવે છે ત્યારે વધુ એક સંસ્કારનું કેન્દ્રબિંદુ આંબળાશ [ ગીર ] ખાતે શરુ કરાયું. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી બાવાશ્રી પ્રેરિત અને ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી સ્થાપિત પુષ્ટિસંસ્કાર પાઠશાળાને વૈષ્ણવોએ હોશભેર વધાવી લીધેલ.ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી તથા શ્રીવ્રજવલ્લભબાવાશ્રીના સાન્નિધ્યમાં ભૂલકાઓએ ફક્ત પખવાડિયાની મહેનત બાદ મંગલાચરણ અને તેનો ભાવાર્થ રજુ કરી આશ્ચર્ય સાથે આનંદ પ્રસરાવેલ.આપશ્રીના પ્રેરણાદાયી વચનામૃત બાદ ગૌશાળા અને અન્ય દાતાઓને સન્માનવામાં આવ્યા
Moti Haveli, Panch Hatadi Chok, Junagadh
– 362001. (Gujarat – India)
+91 - 97223 13351